- 8થી 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદ રહેશે
- અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદની આગાહી
- સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
રાજ્યમાં ફરી માવઠાની આગાહી સામે આવી છે. 8થી 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદ રહેશે. અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તથા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી
રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની વાતવરણ અંગે આગાહીમાં રાજ્યના વાતવરણમાં પલટો સર્જશે. તેમાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે. 7 જાન્યુઆરીથી વાતાવરણ પલટાશે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે.
બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર થશે નહી. ત્યારે ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. તેમજ બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.


