- ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
- દક્ષિણ આફ્રિકાના ખેલાડી ડીન એલ્ગરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ
- કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમ વતી ડીન એલ્ગરને ખાસ ભેટ આપી
ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, જ્યાં આ મેચમાં વિરાટ કોહલી, સિરાજ અને બુમરાહે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટેસ્ટ મેચ ડીન એલ્ગરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હતી, તેથી ભલે છેલ્લી ટેસ્ટમાં એલ્ગરનો પરાજય થયો હોય, પરંતુ ટીમ ઈન્ડિયાએ તેની ટેસ્ટ ખાસ બનાવી હતી.
ભારતીય ટીમે એલ્ગરને આપી ખાસ ભેટ
આફ્રિકન બેટ્સમેન ડીન એલ્ગરે પોતાની ટેસ્ટ કારકિર્દીનો પરાજય સાથે અંત કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમ વતી ડીન એલ્ગરને ખાસ ભેટ આપી હતી. રોહિત શર્માએ ગુરુવારે કેપટાઉનમાં બીજી અને અંતિમ ટેસ્ટની સમાપ્તિ પછી ડીન એલ્ગરને સમગ્ર ભારતીય ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલી જર્સી ભેટમાં આપી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ એલ્ગરને પોતાની જર્સી આપી અને એક ખાસ સંદેશ લખ્યો હતો.
એલ્ગર માટે રોહિત શર્માએ કહી આ વાત
ડીન એલ્ગર દક્ષિણ આફ્રિકા માટે ઘણો મહત્વપૂર્ણ ખેલાડી છે. તેમણે જે કર્યું છે તે માત્ર થોડા લોકો જ કરી શક્યા છે. તે શકત છે. એમની પાસે એવી કારકિર્દી છેકે આપણે બધા તેમની પ્રશંસા કરીએ છીએ. તેમના જેવા ઘણા ખેલાડીઓ નથી. ડીન એલ્ગરને ઓલ ધ બેસ્ટ.
બીજી ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં પૂરી થઈ
કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ બીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. આફ્રિકન ટીમ મેચના પહેલા દિવસે 55 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયા 153 રન પર આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ આફ્રિકાને પહેલા દિવસે ફરી બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. બીજા દિવસે ટીમ આફ્રિકાએ 176 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને 79 રનનો ટાર્ગેટ મળ્યો, જેને રોહિતની સેનાએ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા?
સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં સિરાજે શાનદાર બોલિંગ કરી અને 6 વિકેટ લીધી, ત્યાર બાદ સિરાજને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ બે ખેલાડીઓને આપવામાં આવ્યો હતો, જેમાં ડીન એલ્ગર અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહનું નામ સામેલ છે. એકે બેટથી અજાયબી કરી હતી, જ્યારે બુમરાહે બોલિંગ દ્વારા કરામત કરી હતી.


