- NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું વિવાદાસ્પદ નિવેદન
- રામ શાકાહારી નહિ પણ માંસાહારી હતા : જિતેન્દ્ર આવ્હાડ
- તેઓ શિકાર કરીને ખાતા હતા: જિતેન્દ્ર આવ્હાડ
અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ છે તો બીજી તરફ વિપક્ષો રામમંદિરને લઇને નિવેદનબાજી કરી રહ્યા છે. વિપક્ષો દ્વારા રામમંદિરને લઇને રાજકારણ તેજ બનાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વધુ એકવાર વિપક્ષી નેતાએ રામમંદિર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા બીજેપી સહિત ભક્તોમાં રોષની લાગણી જન્મી છે.
જીતેન્દ્ર આવ્હાડનું વિવાદિત નિવેદન
શરદ પવાર જૂથના NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે રામ અમારા છે અને તે બહુજન છે. રામ શાકાહારી નહિ પણ માંસાહારી હતા. તેઓ શિકાર કરીને ખાતા હતા. ત્યારે આ નિવેદનને લઇને બીજેપી સહિત રામમંદિરના સંતો, ભક્તો સહિત અજીત જૂથના નેતાઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
શું કહ્યું હતું જિતેન્દ્ર આવ્હાડે ?
જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે રામ અમારા છે અને તે બહુજન છે. રામ શિકાર કરીને ખાતા હતા. તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બનીએ, પણ અમે રામને અમારી મૂર્તિ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. તે શાકાહારી ન હતા પણ માંસાહારી હતા. 14 વર્ષ સુધી જંગલમાં રહેનાર વ્યક્તિ શાકાહારી ખોરાકની શોધમાં ક્યાં જશે? તેમ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના પુણેમાં વિરોધ
NCP નેતા જીતેન્દ્ર આવ્હાડના આવા નિવેદનથી બીજેપી સહિત રાજકીય પાર્ટીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.


