- અમદાવાદ અને વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી
- વડોદરા, વલસાડ, દ્વારકા, પોરબંદરમાં 15 ડિગ્રી
- વેરાવળમાં 16 અને ભાવનગરમાં 17 ડિગ્રી તાપમાન
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પછી હવે ઠંડીમાં અને સાથે જ સૂસવાટા મારતા પવનોમાં આંશિક ઘટાડો થયો છે. આ સાથે આજે નલિયાના તાપમાનમાં ઘટાડો અનુભવાયો છે. અહીં તાપમાન 10.5 ડિગ્રી રહ્યું છે અને તે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઇ રહ્યા છે.. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે .રાજયના લોકોએ હજુપણ હાડ થીજાવતી કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
ડિસા, કંડલા અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે તો કચ્છના ભુજ અને રાજકોટમાં પણ 12 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. અમરેલી, દીવ અને સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન છે. તો અમદાવાદ અને વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી તાપમાન છે. વડોદરા, વલસાડ, દ્વારકા, પોરબંદરમાં 15 ડિગ્રી ટેમ્પ્રેચર જોવા મળ્યું હતું. સૌથી છેલ્લે વેરાવળમાં 16 અને ભાવનગરમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે.


