- કોંગ્રેસે લાકસભા ચૂંટણીની તૈયારી તેજ કરી
- કુલ 26 બેઠકો માટે કો-ઓર્ડિનેટર નિમાયા
- કોંગ્રેસે ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવા સૂચના આપી
કો-ઓર્ડિનેટરની નિમણુક
વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરતી. કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે ગુજરાત લોકસભાની કુલ 26 બેઠકો માટે કો-ઓર્ડીનેટરની નિમણૂક કરી છે.
કુલ 26 બેઠકો માટે નિમણૂક
મળતી માહિતી મુજબ, કોંગ્રેસે સિનિયર નેતાઓ અને ધારાસભ્યોને કુલ 26 બેઠકો માટે કો-એર્ડિનેટરની જવાબદારી આપી છે. કોંગ્રેસે બેઠક દીઠ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરી છે. કોંગ્રેસે નિમણૂક કરાયેલા કો-ઓર્ડીનેટરોને ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા સૂચના આપી છે.
તાજેતરમાં જ કોંગ્રેસે જવાબદારી સોંપી હતી
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભારતના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જવાબદારી સોંપી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અલગ-અલગ રાજ્યો માટે સત્તાવાર નિમણુક કરી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રીય પ્રભારી તેમજ ખજાનચીની નિમણુક કરવામાં આવી છે.
2 નેતાઓને જવાબદારી સોંપી
કોંગ્રેસની સત્તાવાર જાહેરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ ગુજરાતના 2 નેતાઓને મોટી જવાબદારી સોંપી છે, એક દીપક બાબરીયાને દિલ્હીના જનરલ સેક્રેટરી બનાવાયા છે અને હરિયાણાના જનરલ સેક્રેટરી તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે તથા ભરતસિંહ સોલંકીને પણ જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.


