- સુરતમાં મોબાઈલ ટાવરમાંથી રાઉટરની ચોરી
- ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ
- ક્રાઈમ બ્રાન્ચે રુ. 14.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
5 આરોપીઓમાં એક ભંગારનો વેપારી
સુરત શહેર સહિત જિલ્લામાંથી મોબાઈલ સીમકાર્ડ કંપનીના ટાવરોમાંથી કિંમતી ફાઈવ-જી બીબીયું કાર્ડ અને એસએફપી સહિતના સામાનની ચોરી કરતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધી છે. પોલીસ પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં એક ભંગારનો વેપારી છે. ભંગારનો વેપારી આરોપીઓ પાસેથી ફાઈવ-જી બીબીયું કાર્ડ અને એસએફપી સહિતનો માલ ખરીદતો હતો તેની પણ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપી જિયો સીમકાર્ડ કંપનીના પૂર્વ ટેક્નિશિયન છે અને એક રીડર છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 14.69 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે અને વધુ તાપાસ હાથ ધરી છે.
પોલીસ ચોપડે ફરિયાદો થઈ હતી
સુરત જિલ્લાની આસપાસમાં આવેલા મોબાઈલ ટાવરોમાંથી બીબીયુ કાર્ડ અને એસએફપી જેવા સાધનોની ચોરીની ફરિયાદ થઈ હતી. સુરતમાં અલગ અલગ પોલીલ સ્ટેશનોમાં પોલીસ ચોપડે ફરિયાદો થઈ હોવાથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ભારે કમરકસી હતી.
બાતમીને આધારે ચોર ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મોબાઈલ ટાવરોમાંથી રાઉટર અને બીબીયુ કાર્ડ જેવા મોંઘા સાધનોની ચોરી કરતા ત્રણ શખસો ચોક બજાર પાસેની તાપી નદીના કિનારે ભેગા થવાના છે. વિસામણ પાસેથી ચોરીનો સામાન ખરીદવા માટે ભંગારનો વેપારી પણ આવવાનો છે. બાતમીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અહીં વોચ ગોઠવી હતી અને પાંચેય આરોપીઓને ચોરીના સામાન ધરપકડ કરી હતી.
મુદ્દામાલ જપ્ત
સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર રાઉટર અને 15 નંગ બીબીયુ રાઉટરમાં લગાવેલ એસએફપી અને ચોરી કરવા ઉપયોગમાં લેવામાં આવેલા 2 ડિસમિસ, 3ચાવી, 2 મોપેડ, 4 મોબાઈલ સાથે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુગયા પ્રસાદ વર્મા, પંકજ ચંદ્રપાલ સિંહ ભદોરીયા, રાધા મોહન ઉર્ફે મોહન સત્યભાન વર્મા, અને ભંગારના વેપારી મોહમ્મદ અનસ ઇકરામ મલિકની ધરપકડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓ પાસેથી કુલ રુ. 14.69 લાખનો મુદ્દામાલ ઝડપીને કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.


