- હજારો ફુટ અદ્ધર વિમાનની બારીનો કાચ અચાનક તૂટી ગયો
- વિમાનનાં પ્રવાસીઓનો જીવ તાળવે ચોંટયો
- તાત્કાલિક વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
અમેરિકાની જાણીતી અલાસ્કા એરલાઈન્સના વિમાનમાં એક ગંભીર ઘટના સર્જાઈ હતી. વાત જાણે એમ છે કે 174 પ્રવાસીઓને લઈ ઉપડેલું વિમાન આકાશમાં ગયા બાદ એકાએક બારીનો કાચ તૂટી ગયો હતો. જેથી જમીનથી હજારો ફૂટની ઉંચાઈ પર રહેલા વિમાનમાં પ્રવાસીઓમાં રીતસરની ચીસાચીસ મચી ગઈ હતી.
વિમાનમાં પ્રવાસીઓને તાત્કાલિક ઓક્સિજન પાઈપ આપી લોકોને રાહત આપવામાં આવી છતાં સ્થિતિને જોતા વિમાનના સજાગ પાયલોટે ઈમરજન્સી વિમાનને લેંડિંગ કરાવ્યું હતુ. જો કે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ નહોતી થઈ. આ વિમાનમાં કુલ 174 પ્રવાસીઓ અને છ ક્રૂ સભ્યો હતા. આમ છતાં વિમાનના પ્રવાસીઓના જીવ બચી ગયા હોવાથી પ્રવાસીઓ હેમખેમ એરપોર્ટ પર પહોંચી જતા તમામની આંખોમાં ભયની સાથે ખુશી પણ જોવા મળી હતી. જો કે કયા કારણથી વિમાનની બારી તૂટીને હવામાં ઊડી ગઈ એને લઈ તપાસ સોંપી દેવામાં આવી છે.


