- સુરતના કામરેજ નજીક હાઈ-વે પર ટ્રાફીક જામ
- રોંગ સાઈડ ઉપર વાહનો દોડાવતા હાઇ-વે બ્લોક
- અમદાવાદ-મુંબઈ હાઇવે પર 10 કિમી લાંબો ટ્રાફિક
10 કિમોમીટર લાંબો ટ્રાફિક જામ
સુરતમાં નેશનલ હાઈ-વે 48 પર ટ્રાફિક જામ થયો છે. સુરતના કામરેજ નજીક હાઈવે પર હેવી ટ્રાફીક જામ થઈ ગયો છે. નેશનલ હાઈ-વે 48 પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ પોતાના વાહન રોંગ સાઈડ ઉપર દોડાવતાં હાઇવે બ્લોક થઈ ગયો છે.
વાહનોની લાંબી કતારો
નેશનલ હાઇ-વે પર વાહનોનોની લાંબી કતારો લાગી ગઈ છે. અમદાવાદ – મુંબઈ હાઇ-વે પર 10 કિલોમીટર લાંબો હેવી ટ્રાફિક જામ સર્જાયો છે. હાઇ-વે પર ટ્રાફીક સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ટ્રાફિક જામથી બચી શકો
જો તમે અમદવાદથી મુંબઈ જઈ રહ્યાં છો, તો ટ્રાફિકમાં ફસાઈ શકો છો. સુરતમાં નેશનલ હાઈવે નં. 48 પર ટ્રાફિક જામ થયો છે. તમે અમદાવાદથી મુંબઈ જતા હોવ તો વહેલાસર નીકળજો નહીં તો સુરતમાં ટ્રાફિક જામ તમને મોડું કરાવી શકે છે. આ હેવી ટ્રાફિક જામમાં તમે હેરાન પરેશાન થઈ જશો.


