- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ
- વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા
- ડબલ ડેકર AC ઇલેક્ટ્રીક બસનું વાયબ્રન્ટ સમિટમાં જોવા મળશે
ગાંધીનગર ગિફ્ટ સિટી ટાવર ટુ પાસે આજે ડબલ ડેકર એસટી ઇલેક્ટ્રીક બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતની પહેલી જીએસઆરટીસીની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ એસી બસ ડબલ ડેકર જીએસઆરટીસીનું નવું નજરાણું મળ્યું છે.
ક્યાં ચાલશે આ બસ
ડબલ ડેકર એસટી ઇલેક્ટ્રીક બસ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. વાયબ્રન્ટ સમિટના પ્રિ-ઇવેન્ટના ભાગ રૂપે બે બસ ખુલી મુકાઈ હતી. ડબલ ડેકર AC ઇલેક્ટ્રીક બસનું વાયબ્રન્ટ સમિટમાં વહન કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ ના ભાગ રૂપે આ બસનું સંચાલન કરવામા આવશે. ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલનમાં શરૂ થયા છે.

આ છે બસની વિશેષતાઓ
યાત્રીઓ માટે યુએસબી ચાર્જ, વાઈફાઈ, રિડીગ લાઇટ અને કન્ફર્ટ સીટની સુવિધા હશે. આ સિવાય 63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી રાખવામાં આવી છે. એકવાર બસ ચાર્જ થશે તો 250 કિમીની મુસાફરી કરી શકશે. રોજ 200 કિમી બસ ચલાવવામાં આવશે. એક વખત બસને ચાર્જ કરવામાં લગભગ દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ સિવાય 900 એમ એમ ફલોર હાઇટ, 4750 એમએમ હાઇટ, 9800 એમએમની લંબાઈ અને 2600 એમએમ પહોળાઈ રાખવામાં આવી છે.


