- 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
- ડિસા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ
- કંડલામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. જેમાં માવઠાની આગાહીને લઈ ઠંડીમાં ઘટાડો થયો છે. તેમાં 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ડિસા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા કંડલામાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન છે. તેમજ કેશોદમાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.
તાપમાન 2-3 ડિગ્રી વધી શકે જેના કારણે ઠંડી ઘટશે
અમરેલીમાં 14 અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી સાથે વલ્લભવિદ્યાનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે જેના કારણે ઠંડી ઘટશે.
કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોનું હવામાન પલટાઈ શકે છે અને હળવો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે. ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.


