- 33 પાર્ટનર દેશોના ડેલિગેશન ભાગ લેવાના છે.
- સમિટમાં વિઝિટિંગ તરીકે 100 ડેલિગેશન આવશે
- અંગ્રેજી અને ફ્રેન્ચ સહિત વિવિધ ભાષાના દુભાષિયા
ભારતનો સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિઝિટિંગ તરીકે 100 અને પાર્ટનર દેશ તરીકે 33 દેશોના ડેલિગેશન ભાગ લેવાના છે. ત્યારે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આવનારા ડેલિગેશનની મહેમાન ગતિમાં કોઈ કચાશ ન રહી જાય તેની તૈયારીઓ કરી લીધી છે.
33 દેશોમાંથી ડેલિગેશન આવશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ સમિટ 2024માં દેશ-વિદેશથી મહેમાનો આ સમિટમાં આવશે અને આ મહેમાનોનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે. જો કે અલગ-અલગ દેશમાંથી આવનારા પ્રતિનિધિઓને કોમ્યુનિકેશન માટે દુભાષિયાની જરુર પડશે કારણ કે, 33 દેશોમાંથી આવતાં ડેલિગેશનો અલગ અલગ ભાષામાં વાતચીત કરતાં હશે. જેમ કે, રશિયન, ચાઈનીસ, અંગ્રેજી, ફ્રેન્ચ ભાષામાં વિવિધ દેશોના ડેલિગેશન કોમ્યુનિકેશન કરતા હશે.
દુભાષિયા રાખવામાં આવ્યાં
આ વાતને ધ્યાને રાખીને સરકારે વિવિધ ભાષાના જાણકાર એવા દુભાષિયાઓને વિદેશી ડેલિગેશન સાથે વાતચીતની આપ-લે કરવા રાખવામાં આવ્યા છે. આ સાથે જ ડેલિગેશનની કારના ડ્રાઈવરો પણ અંગ્રેજી બોલી અને સમજી શકે તેવા લોકોને રાખવામાં આવ્યા છે.
વાયબ્રન્ટ સમિટની તૈયારીને આખરી ઓપ
તદુઉપરાંત એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી રંગબેરંગી રોશની કરવામાં આવી છે અને આ સાથે વાઇબ્રન્ટ સમિટના બેનર લગાવવામાં આવ્યા છે. એરપોર્ટના રસ્તે બંને તરફ રેલિંગ કરવામાં આવી છે. જો કે વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન આવશે એરપોર્ટ પર
હવે ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ઉતરશે. ત્યાર બાદ રાત્રિ રોકાણ રાજભવન ગાંધીનગરમા ંકરશે.


