- ભારતના પાંચ કુસ્તી કોચોને રાષ્ટ્રીય રમત પુરસ્કારથી સન્માનિત કરાયા
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લલિત કુમારને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કર્યા
- લલિત કુમારની 11 વર્ષની તપસ્યાનું પરિણામ છે આ એવોર્ડ
ભારતના પાંચ કુસ્તી કોચોને રાષ્ટ્રીય રમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લલિત કુમારને કુસ્તી કોચિંગના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે દ્રોણાચાર્ય એવોર્ડ 2023થી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત ગણેશ પ્રભાકરન (મલખંબ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), આરબી રમેશ (ચેસ) અને શિવેન્દ્ર સિંહ (હોકી)ને સન્માનિત કરવામા આવ્યા છે.
દ્રોણાચાર્ય એવોર્ડ 11 વર્ષની તપસ્યાનું પરિણામ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મંગળવારે એક સમારોહમાં રાષ્ટ્રીય રમત પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુસ્તીના કોચિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર લલિત કુમારને દ્રોણાચાર્ય એવોર્ડ 2023થી સન્માનિત કર્યા છે. કહેવામા આવે છે, કે છત્રસાલ સ્ટેડિયમના ‘મહાબલી’ સતપાલ સિંહની કમાન્ડિંગ હાજરી ન હોવા છતાં પણ લલિતની કોચિંગ ક્ષમતાએ છેલ્લા 11 વર્ષોમાં ભારતીય કુસ્તી પર કાયમી અસર છોડી છે.
સંઘર્ષથી ભરેલી છે મેટથી કોચિંગ સુધીની સફર
કુસ્તીમાં ઊંડાણ સુઘી મૂળ ધરાવતા લલિતની પોતાની કુસ્તીની ઈચ્છાઓ વારંવારની ઈજાઓને કારણે ઓછી થઈ ગઈ હતી. પરંતુ તે નિડર રહી પોતાની કોચિંગ ચાલુ રાખી. લલિતએ 2006માં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાંથી ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો. તેમની કોચિંગ યાત્રા દિલ્હી પરત પહેલા ઉત્તર પ્રદેશથી શરૂ થઈ હતી. આખરે 2013માં પ્રખ્યાત છત્રસાલ સ્ટેડિયમમાં તેમને સ્થાન મળી ગયુ હતું. કોચિંગ પ્રત્યે લલિતની જીજ્ઞાસા તેના વ્યક્તિગત સમર્પણ સ્પષ્ટ થાય છે. તે સવારે 4 વાગ્યાથી પાંચ કલાકના બે કોચિંગ સત્રો છત્રસાલ સ્ટેડિયમમાં કરે છે. આ વર્ષની શરૂઆતમાં લલિતને કૌટુંબિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. રશિયામાં કોચિંગ અસાઇનમેન્ટ દરમિયાન તેની પુત્રીને ગંભીર ઈજા થઈ હતી.
રવિ દહિયા અને દીપક પુનિયા જેવા ખેલાડી તૈયાર કર્યા
લલિતની પ્રાથમિકતા અંગે પરિવારના સભ્યોની અવારનવાર ફરિયાદો છતાં, તે કુસ્તીની પ્રતિભાને ઉછેરવાના મિશનમાં અડગ રહે છે. લલિત કુમારે રવિ દહિયા, દીપક પુનિયા અને અમન સેહરાવત ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને તાલીમ આપી છે. લલિત કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને લીઘે લલિત પોતાના પરિવારથી દૂર છે. તેમનું ઘર દિલ્હીના એક ગામમાં છે. તેના પરિવારમા તેમની પત્ની અને એક પુત્રીનો સમાવેશ થાય છે. માર્ચ 2023 માં યુવા કુસ્તીબાજો સાથે લલિત પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેની પુત્રી ઘાસ કાપતી વખતે એક આંગળી ગુમાવી હતી.


