- મુંબઈ આતંકી હુમલાના સૂત્રધાર હાફિઝ સઈદ પાકિસ્તાનની કસ્ટડીમાં
- યુનોએ નવી યાદી બહાર પાડી આ અંગેની જાણકારી આપી
- હાફિઝ સઈદ આતંકવાદના સાત કેદમાં દોષિત જાહેર
મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. આતંકવાદ અંગેના સાત કેસમાં દોષિત જાહેર કર્યા પછી આતંકના આકા એવા હાફિઝ સઈદને 78 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. યુનોએ પોતાના નવા લિસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. ડિસેમ્બરમાં ભારતે પાકિસ્તાન પાસેથી યુનોમાં હાફિઝ સઈદને પ્રત્યાર્પણ કરવાનું જણાવ્યું હતું. જે આતંકવાદના અલગ-અલગ કેસમાં ભારતમાં વોન્ટેડ છે.
સાત કેસમાં સજા
યુએનએસસીના સમિતિની નવી જાણકારી પ્રમાણે અલકાયદા પ્રતિબંધિત સમિતિ તરફથી હાફિઝ સઈદને ડિસેમ્બર-2008માં વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો હતો. હાફિઝ સઈદે 12 ફેબ્રુઆરી 2020થી પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે. તે આતંકવાદને પ્રોત્સાહન સહિતના સાત કેસમાં દોષિત જાહેર કર્યા બાદ 78 વર્ષની સજા કાપી રહ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયની માંગ
આ અગાઉ ભારતી વિદેશ મંત્રાલયે ગત મહિને પાકિસ્તાનને હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. આની પર નિષ્ણાતોનું કહેવું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રકારના પ્રત્યાર્પણ માટે કોઈ સત્તાવાર સંધી નથીય છતાં બંને દેશ ઈચ્છે તો માનવતા વિરુદ્ધ થતા આતંકવાદી ઘટનાઓને રોકવા માટે આ રીતે આતંકવાદીઓ પર પ્રત્યાર્પણથી અંકુશ લગાવી શકે છે. જો કે, આની પર પાકિસ્તાને નિવેદન આપતા જણાવ્યું કે તેને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઈદના પ્રત્યાર્પણ માટે ભારત તરફથી અપીલ મળી છે. પરંતુ તેઓ આની પર કોઈ કાર્યવાહી નહીં કરી શકે કારણ કે બંને દેશ વચ્ચે આ સંબંધમાં કોઈ કરાર નથી થયા.


