- શ્રમિક મહિલાના બાળકનું ઘોડીયુ ખેંચી લેવાયું
- સ્થાનિક વેપારી અને લોકોએ ઘોડીયુ પાછુ અપાવ્યું
- કોર્પોરેશનની ટીમ ગરીબોને પરેશાન કરતી હોવાનો આક્ષેપ
અમદાવાદમાં AMC ના દબાણ ખાતાની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં AMC ના અધિકારી દ્વારા રસ્તા પર સ્થાનિક વેપાર કરતી મહિલા સાથે ર્દુવ્યવહારની ઘટના સામે આવી છે. જેમાં AMC ના અધિકારીએ રસ્તા પર ફુગ્ગા વેચનારી ગરીબ મહિલાનું ઘોડિયું ખેંચી લીધું હતું.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના પકવાન ચાર રસ્તે અતિથિ સર્કલ નજીક પોતાના બચ્ચા સાથે ફુગ્ગા વેચનારી એક શ્રમિક મહિલા સાથે મ્યુન્સિપલ કોર્પોરેશનના અધિકારીએ ગેરવર્તન કર્યું હતું. જેમાં મહિલાનું ઘોડિયું ખેંચી લીધું હતું. આ પછી સ્થાનિક વેપારીઓ મહિલાના બચાવમાં ઉતર્યા હતા. આ પછી સ્થાનિકોના પ્રયાસથી મહિલાને ઘોડીયું પાછુ મળ્યું હતું.
હાલમાં વિવિધ કાર્યક્રમોને લઈને અમદાવાદમાં દબાણ ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રસ્તા પરનું દબાણ દૂર કરવા માટે AMC ના અધિકારીઓ દ્વારા જોર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોર્પોરેશનની ટીમ ગરીબોને પરેશાન કરતી હોવાનો આક્ષેપ લાગી રહ્યા છે.


