- કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલે ગુજરાત પ્રવાસે
- કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આવતી કાલે ગુજરાત આવશે
- ગાંધીનગર અને ગિફ્ટના કાર્યક્રમમાં આપશે હાજરી
ગુજરાતમાં આવતીકાલથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ રહી છે. જેના માટે વિવિધ કરાર પણ કરવામાં આવી શકે છે. આ વચ્ચે આવતીકાલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ ધોલેરા સ્માર્ટ સીટીના સેમિનારમાં હાજરી આપશે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન ગિફ્ટ સીટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે.
ગાંધીનગરમાં આવતીકાલથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની શરૂઆત થઈ રહી છે. જેના માટે વિવિધ નેતાઓ હાજરી આપી શકે છે. આ માટે પિયુષ ગોયલ આવતીકાલે ગુજરાત આવશે. જેમાં ગતિ શક્તિ પ્રોજેકટ ના કાર્યક્રમમાં તેમજ UAE બિઝનેસ સમિટમાં હાજરી આપશે. જેની સાથે જ ટેક્ષ્ટાઈલ વિભાગના કાર્યક્રમની શરૂઆત કરાવશે.
આ તરફ નાણામંત્રી નિર્મલા સીતારામન પણ ગુજરાતના પ્રવાસે આવશે. જે દરમિયાન તેઓ ગાંધીનગરના તેમજ ગિફ્ટ સીટીના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં વિકસિત ભારત-2047 માં ગુજરાતના યોગદાનના કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ ગિફ્ટ સીટીના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.


