- વિદેશમાં પણ બધા કહે છે મોદી હૈ તો મુમકીન હૈ
- ગુજરાત વાયબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મોટી સમિટ
- મોદી યુગ ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જશે
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ની શરૂઆત થઇ ગઇ છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ આવી પહોંચ્યા છે. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો વડાપ્રધાન મોદીના હસ્તે આરંભ થયો છે. ત્યારે વિવિધ ઉદ્યોગપિતઓએ સંબોધન આપ્યું છે.
ગુજરાત વાયબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મોટી સમિટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન આપતા જણાવ્યું છે કે 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્વાગત છે. 20 વર્ષ સુધી સતત સફળ થઇ હોય એવી બીજી કોઇ સમિટ નથી. ગુજરાત વાયબ્રન્ટ સમિટ વિશ્વની સૌથી મોટી સમિટ છે. વડાપ્રધાન મોદીના વિઝનથી આ સાકાર થયું છે. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. વિદેશીઓ હવે ગુજરાતને નવા ગુજરાત તરીકે જુએ છે. વડાપ્રધાન મોદીને કારણે જ એ શક્ય બન્યું છે. જ્યારે નરેન્દ્રભાઇ બોલે છે, બધા સાંભળે છે, વધાવે છે.
લાખો ભારતીયો બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ
લાખો ભારતીયો બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ. વિદેશમાં પણ બધા કહે છે મોદી હૈ તો મુમકીન હૈ. મારા પિતા કહેતા કે ગુજરાત તમારી માતૃભૂમિ છે, કર્મભૂમિ રહેશે. હું ફરી કહું છું રિલાયન્સ હંમેશા ગુજરાતી કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તેમાંથી 4 લાખ કરોડ જેટલું રોકાણ રિલાયન્સે ગુજરાતમાં કર્યું છે. રિલાયન્સ ગુજરાતમાં 10 વર્ષમાં સારું એવું રોકાણ કરશે. ગુજરાતને ગ્રીન ગ્રોથમાં લીડર બનાવવામાં રિલાયન્સ રોકાણ કરશે. જામનગરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીન કોમ્પલેક્સ સ્થપાશે. 2024ના બીજા ભાગમાં 5000 એકરમાં કોમ્પલેક્સ સ્થપાશે.
મોદી યુગ ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જશે
ગુજરાતમાં ઝડપથી 5G બધે લાગુ કરીશુ. 5G આધારિત AIથી મોટાપાયે રોજગારી ઉભી થશે. AI એટલે ઓલ ઇન્ક્લુસિવ ગ્રોથ. રિલાયન્સ કાર્બન ફાયબર ફેસિલિટી હજીરા ખાતે સ્થાપશે. તથા ભારતની આ પ્રકારની પહેલી કાર્બન ફેસિલિટી ગુજરાતમા બનશે. એજ્યુકેશન, સ્પોર્ટ્સમાં પણ રિલાયન્સ ભાગીદારી કરશે. મોદી યુગ ગુજરાતને નવી ઉંચાઇઓ પર લઇ જશે.


