- આ ઘટના સવારે લગભગ 9.15 વાગ્યે બની હતી
- ટ્રેન પ્લેટફોર્મની દિવાલ સાથે આંશિક રીતે અથડાઈ હતી
- ત્રણ ડબ્બા હૈદરાબાદના નામપલ્લી રેલવે સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા
હૈદરાબાદથી ચેન્નાઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે લગભગ 9.15 વાગ્યે બની હતી. ટ્રેન પ્લેટફોર્મની દિવાલ સાથે આંશિક રીતે અથડાઈ હતી જેના કારણે આ ઘટના બની હતી. ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી જતા ટ્રેનના દરવાજા પાસે ઉભેલા પાંચ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
હૈદરાબાદના નામપલ્લી રેલવે સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા
હૈદરાબાદથી ચેન્નાઈ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના ત્રણ ડબ્બા હૈદરાબાદના નામપલ્લી રેલવે સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે લગભગ 9.15 વાગ્યે બની હતી.
જ્યારે પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી
ટ્રેન પ્લેટફોર્મની દિવાલ સાથે આંશિક રીતે અથડાઈ હતી, જેના કારણે આ ઘટના બની હતી. સાઉથ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ રાકેશે માહિતી આપી હતી કે કોચ પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેનના દરવાજા પાસે ઉભેલા લગભગ પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ તમામ ઘાયલોની રેલવે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


