આજના યુગમાં અન્યની જેમ મોંઘી કારના કાફલા સાથે માભો પાડવાના બદલે સાદગી સાથે પોતાના પદનું કોઈ પણ પ્રકારનું અભિમાન રાખ્યા વગર લોકોની વચ્ચે રહી લોકોને કેમ ઉપયોગી બની શકાય લોકો વિના સંકોચ ધારાસભ્ય પાસે પોતાના કામની રજૂઆત કરી શકે એવી સાદગીભર્યા જીવનનુ જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
આ છે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સાદગી ભર્યું જીવન. અત્યારના યુગ પ્રમાણે જોવા જઈએ જો કોઈ પણ નેતા હોય કે મંત્રી પોતાનો માભો પાડવા મોંઘીદાટ ગાડીઓના કાફલા સાથે કોઈ પણ કાર્યક્રમોમાં હાજરી આપવા જતા હોય છે. ત્યારે એમનાથી અલગ તરી આવતા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી શહેર નજીક કોઈ ધાર્મિક પ્રસંગે હાજરી આપવા કોઈ કારનો કાફલો કે કાર નહીં પરંતુ પોતાના સ્કૂટર પર જોવા મળ્યા પણ વાંકાનેરની પ્રજા માટે આ નવીન ન કહેવાય કેમ કે વાંકાનેરની પ્રજા ધારાસભ્યની આ સાદગીથી સંપૂર્ણપણે વાકેફ જ છે અને સૌ કોઈને ખ્યાલ પણ છે જ કે ધારાસભ્યને ક્યારે અને ક્યાં મળી શકાય કેમ કે આ ધારાસભ્યને મળવા કોઈને કોઈ પણ પ્રકારની અપોઇમેન્ટ લેવી પડતી નથી ત્યારે આજના યુગમાં અન્યની જેમ મોંઘી કારના કાફલા સાથે માભો પાડવાના બદલે સાદગી સાથે પોતાના પદનું કોઈ પણ પ્રકારનું અભિમાન રાખ્યા વગર લોકોની વચ્ચે રહી લોકોને કેમ ઉપયોગી બની શકાય લોકો વિના સંકોચ ધારાસભ્ય પાસે પોતાના કામની રજૂઆત કરી શકે એવી સાદગીભર્યા જીવનનુ જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


