વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન : ગાંધીનગરમાં તા.૧૨ સુધી ચાલનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિદેશમાંથી અગ્રગણ્ય ઉદ્યોગપતિઓની હાજરી : વિકાસના રોલ મોડલ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક
અબજો રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં રોજગારીની વિપુલ તક ખુલવાનો આશાવાદ
રાજકોટ સહિત ગુજરાતના ભાવી વિકાસ માટે આજે એક નવો સુર્યોદય ગાંધીનગર ખાતે થવા જઇ રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. તા.૧૨મી સુધી ચાલનાર આ સમિટમાં ભારત ઉપરાંત વિદેશમાંથી અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ દ્વારા અબજો રૂપિયાના રોકાણ સાથે ગુજરાતના વિકાસને એક વાયબ્રન્ટ વેગ મળવાનો છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આમતો ગઇકાલે મંગળવારે જ ઉદ્ધાટન થઈ ગયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ગઇકાલે ગ્લોબો ટ્રેડનું ઉદઘાટન થયુ હતુ. જેમા વિવિધ દેશોના સીઈઓ સાથે વન ટુ વન મિટીંગો સીએમ સાથે ગોઠવાઈ ગઈ હતી. હવે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરુઆત કરાવશે. તા.૧૨મી સુધી સમિટ ચાલશે. જેમાં કરોડો, અબજોના રોકાણની ધનવર્ષ થશે. ગુજરાત ગ્લોબલ સમિટમાં મહાત્મા મંદિર ખાતે બપોર પછી અલગ અલગ સેમિનાર યોજાવાના છે.
આજે વાઈબ્રન્ટ ગુજરાતને લઈ વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ગઇકાલે UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. બાદમાં બંને નેતાએ રોડ શો કર્યો હતો.
.


