- સર્વિસ સ્ટેશન જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતર્યુ
- લૂપ લાઈન પર એન્જિન પાટા પરથી ઉતર્યુ
- એન્જિનને ફરી પાટા પર ચડાવવા પ્રયાસ
હજી સુરતમાં રેલવે ટ્રેન પાટા પરથી ઉથલાવી પાડવાની ઘટના સામે આવી હતી. જે વચ્ચે હવે વલસાડમાં ટ્રેનનું એન્જીન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી રહી છે. જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનની માહિતી આવી રહી નથી.
આ અંગેની માહિતી અનુસાર, વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. જેમાં સર્વિસ સ્ટેશન પર જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે. આ ઘટના લૂપ લાઈન પર ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડતું થયું હતું. તેમજ એક્સિડન્ટ રીલીફ ટ્રેન ની મદદ થી એન્જિનને પાટા પર ચડાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ વલસાડ રેલવે સ્ટેશન પર દોડધામ જોવા મળ્યો છે. તેમજ કોઈ પણ ટ્રેનની અવરજવરને અસર ન થાય તેની કાળજી રાખવામાં આવી છે.


