- રાજ્યનો જી.એસ.ડી.પી 3.5 ટ્રીલિયન ડોલર
- માથાદીઠ વાર્ષિક આવક 38 થી 40 હજાર યુ.એસ. ડોલર
- નેટ ઝીરો એમિશન સુધી પહોંચવાની નેમ
ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ ઉપર સેમિનાર દરમિયાન વિઝન ડોક્યુમેન્ટ “Viksit Gujarat@2047″નું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને નીતિ આયોગનાં માર્ગદર્શનમાં આ પ્રકારનું પોતાનું આગવું વિઝન ડોક્યુમેન્ટ લોંચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ સહિત પાછલાં બે દશકમાં વિકાસનાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યાં છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સ્ટાર્ટ અપ રેન્કીંગમાં ગુજરાત બેસ્ટ પર્ફોર્મર છે એટલું જ નહીં સૌથી વધુ કાર્ગો હેન્ડલીંગ કરતું રાજ્ય હોવા સાથે દેશનાં ઇન્ડસ્ટ્રીયલ આઉટમાં 15 ટકા અને એક્સપોર્ટમાં 33 ટકા યોગદાન આપે છે.
આ સાથે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતનું આ વિકાસ મોડેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં ઉભું થયું છે. વડાપ્રધાને હવે દેશનાં અમૃતકાળ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ રાખી છે તેમાં ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047 વિઝન ડોક્યુમેન્ટનાં આ લોચિંગથી અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતે વિકસીત ભારત @ 2047માટે વિકસીત ગુજરાતની જે સંકલ્પના આપી છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતે જી.એસ.ડી.પી. 2047 સુધીમાં 3.5 ટ્રીલિયન યુ.એસ. ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. દેશની કુલ જનસંખ્યાનાં પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત અત્યારે દેશની જી.ડી.પી.માં સાડા આઠ ટકાનું યોગદાન આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યની માથાદીઠ વાર્ષિક આવક 2047 સુધીમાં 38થી 43 હજાર યુ.એસ. ડોલર લઈ જવાનો લક્ષ્યાંક ગુજરાતે રાખ્યો છે તથા રોજગારી સર્જનમાં નારીશક્તિની હાલની 42 ટકા ભાગીદારીને 2047 સુધીમાં 75 ટકાએ લઇ જવાની નેમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન, નીતિ આયોગનાં સી.ઇ.ઓ. સુબ્રમણ્યમ તેમજ વડપ્રધાનનાં અગ્રસચિવ ડો.પી.કે મિશ્રાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં આ ડોક્યુમેન્ટ લોંચ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિઝન ડોક્યુમેન્ટને સાકાર કરવા ગુજરાત સરકાર સપૂર્ણ પ્રતિબદ્ધ છે.


