- છાપી નજીક ભરકાવાડાની ખાનગી હોટલ પર થઇ લૂંટ
- આંગડિયા પેઢીનો કર્મી અમદાવાદથી જોધપુર જતો હતો
- લૂંટ કરી ત્રણ અજાણ્યા ઈસમ કારમાં બેસી ફરાર
અમદાવાદથી આંગડિયા પેઢીનો કર્મી 21 લાખનો માલ લઈને જોધપુર જતો હતો તે સમયે ઘટના બની છે. પાલનપુર થી અમદાવાદ હાઈવે પર છાપી નજીક અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની જીઆર આંગડીયા પેઢીનો કર્મચારી આંગડીયાના પાર્સલ લઈને જોધપુર જઈ રહ્યો હતો.
આ દરમિયાન બસમાં સવાર થઈને જઈ રહેલા આંગડીયા કર્મીને છાપી નજીક આવેલા ભરકવાડા પાસેની હોટલ પર લૂંટ કરવામાં આવી હતી. ખાનગી હોટલ પાસે બસ ઊભી રહેતા ચા નાસ્તા માટે રોકાયા હતા. આંગડિયા કર્મીના થેલાની લૂંટ કરી ત્રણ અજાણ્યા ઇસમો કારમાં બેસી ફરાર થયા હતા.
જ્યારે કર્મચારી હસમાં ચડવા જતા ત્રણ અજાણ્યા શખ્શોએ લૂંટ આચરીને આંગડીયા કર્મીનો થેલો લૂંટી લીધો હતો. થેલામાં 21 લાખ રુપિયાનો સામાન હતો. આ અંગે છાપી પોલીસે ગુનો નોંધીને ત્રણ લૂંટારુ આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
ગઈકાલે સાંજે ઘટેલી ઘટના મામલે છાપી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદની જી.આર આંગડિયા કંપનીનો કર્મચારી અમદાવાદથી જોધપુર જતો હતો ત્યારે આ ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


