- જાપાન સરકાર તરફથી PM મોદીનો આભાર: જાપાનના વિદેશ મંત્રી
- ગુજરાતમાં જાપાનની 6 કંપનીઓનું ઉત્પાદન થાય છે
- આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવશે
ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આ સમિટમાં દેશ-વિદેશના મોટા ઉદ્યોગપતિઓએ હાજરી આપી છે. ઘણા ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સુઝુકી મોટર્સના પ્રમુખ ટોશીહીરો સુઝુકીએ પણ મોટી જાહેરાત કરી છે.
જાપાન સરકાર તરફથી PM મોદીનો આભાર
જાપાનના વિદેશ મંત્રી શિન હોસાકાનું સંબોધન પણ સામે આવ્યું છે. જેમાં જાપાન સરકાર તરફથી PM મોદીનો આભાર. જાપાનમાં આવેલા ભૂકંપ મુદ્દે પત્ર લખવા બદલ આભાર. વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ છતાં ભારતનું પ્રદર્શન સારુ છે. G20ની પણ ભારતે સફળ યજમાની કરી છે. ભારત અને જાપાન અનેક ક્ષેત્રે ભાગીદારી ધરાવે છે. જાપાનની અનેક કંપનીઓ ભારતમાં વ્યાપાર કરે છે. 4800 જાપાનીઝ કંપનીઓ ભારતમાં કાર્યરત છે. ગુજરાતમાં જાપાનનું ઓટોમોબાઇલ ઉત્પાદનમાં રોકાણ છે. ગુજરાતમાં જાપાનની 6 કંપનીઓનું ઉત્પાદન થાય છે. અમે ગુજરાતમાં અમારું રોકાણ આગળ વધારીશુ. સુઝુકીએ ગુજરાતના પ્લાન્ટમાં 750000 વાહનોનું ઉત્પાદન કર્યુ છે. ગુજરાતમાં ઉત્પાદિત આ વાહનો વિશ્વભરમાં નિકાસ થાય છે. જાપાન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મુદ્દે પણ કરાર થયા છે.
ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરી
સુઝૂકી મોટર્સના પ્રમુખ ટોશીહીરો સુઝૂકીએ ગુજરાતમાં રોકાણને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી અને ગુજરાતમાં બનેલી ઈલેક્ટ્રીક કાર જાપાન અને વિશ્વના દેશોમાં વેચાશે તેવી જાહેરાત પણ કરી હતી. તેમણે સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ અને નમસ્કારથી કરતા હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં નરેન્દ્ર મોદીનું મજબુત નેતૃત્વ અને સહકાર રહ્યો છે. જેના ભાગરૂપે ભારતનું ઓટોબોલાઈલ માર્કેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત વિશ્વનું ત્રીજી સૌથી મોટો ઓટોબોલાઈલ ઈન્ડસ્ટ્રી બની ગયું છે.
આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે, અમે ભારતમાં પ્રોડક્શન કેપેસિટી વધારી રહ્યા છીએ. સુઝૂકી ગ્રુપ દ્વારા આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવશે. અમે આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પરંતુ જાપાન અને યુરોપના દેશોમાં પણ એક્સપોર્ટ કરીશું. ગુજરાતમાં પોતાનું પ્રોડક્શન વધારવા માટે સુઝૂકી ગ્રુપ 3,200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે વર્તમાન 7.5 લાખથી 10 લાખ સુધી વર્ષનું ઉત્પાદન લઈ જશે. બીજો નવો પ્લાન્ટ ગુજરાતમાં નાખવાની પણ જાહેરાત કરી છે. જેમાં 35000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. જેમાં પણ 10 લાખ યુનિટનું ઉત્પાદન વર્ષે કરાશે. આમ વર્ષે 20 લાખ યુનિટનું ઉત્પાદન સુઝૂકી દ્વારા કરાશે. બનાસ ડેરી સાથે મળીને 4 નવા બાયોગેસ પ્લાન્ટ નાખવાની પણ જાહેરાત કરી છે.


