- દારુ વેચાણ માટે બે અરજીને મંજૂરી આપવામાં આવી
- હોટલ ગ્રાંડ મર્ક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબને મંજૂરી અપાઈ
- મંજૂરી માટે બનાવેલ કમિટીએ બંને અરજીને મંજૂરી આપી
રાજ્યમાં સૌથી પહેલાં ગિફ્ટ સિટીમાં પ્રથમ વાઈન એન્ડ ડાઇન શોપને મંજૂરી આપવામાં આવી છે. જેના સાથે જ દારુ વેચાણ માટે બે અરજીને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગિફ્ટ સિટીના MD તપન રે દ્વારા માહિતી આપવામાં આવી છે. હાલમાં વાઈબ્રન્ટ ગુજરાતના બે કાર્યક્રમનું ગિફ્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ગિફ્ટ સિટીના MD તપન રેનું નિવેદન આપતાં જણાવ્યું કે, વિશ્વના જાણીતા CEO સાથે PM મોદીની હાજરીમાં ચર્ચા થઇ છે. જેમાં ગિફ્ટ સિટીને કેવી રીતે આગળ લઇ જવી તે અંગે સૂચન આવ્યા છે. આ માટે 2047માં વિકસિત ભારતમાં ગિફ્ટ સિટીના રોલ પર કાર્યક્રમ હતો. AI સંદર્ભ અને ફાઇનાન્સ સંદર્ભે ચર્ચા થઇ છે.
આ સાથે જ રાજ્યના પ્રથમ વાઈન એન્ડ ડાઈન શોપને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગિફટ સિટીના હોટલ ગ્રાંડ મર્ક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મંજૂરી માટે બનાવેલ કમિટીએ બંને અરજીને મંજૂરી આપી છે. અને તેના માટેનું વેચાણ શરૂ કરી શકાશે.
આ સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગિફ્ટ સિટીના કાર્યક્રમ અંગે તપન રે દ્વારા જણાવવામાં આવ્યું કે, AI સંદર્ભ અને ફાઇનાન્સ સંદર્ભે ચર્ચા થઇ છે. આ સાથે જ ઈકોનોમી ડેવલોપમેન્ટ સાથે ટેકનોલોજીનો સમન્વય અંગે ચર્ચા કરવામાં આવશે. જેની સાથે જ SBIનું ગુજરાત હેડક્વૉટર ગિફ્ટ સિટીમાં પ્રસ્થાપિત કરશે.


