- 10મી વાયબ્રન્ટ સમિટમાં કુલ 41,299 MoU થયા
- છેલ્લી બે સમિટમાં કુલ 98,540 MoU થયા
- કુલ 45 લાખ કરોડથી વધુના MoU થયા
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં નવા કીર્તિમાન પ્રાપ્ત કર્યા છે. જેમાં અગાઉ 2022 માં કોરોના ને કારણે મુલત્વી રહેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં રૂ. 18.87લાખ કરોડના રોકાણોના MoU થયા હતા. રાજ્ય સરકારના બજેટ કરતા 9 ગણા વધુ રોકાણ માટે MoU માં દાવો કરવામાં આવી રહ્યો છે. GIDCના MD રાહુલ ગુપ્તાએ નિવેદન આપ્યું છે.
આ અંગે રાજ્ય સરકારના બજેટ કરતા 9 ગણા વધુ રોકાણ માટે MoU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ નોંધનીય છેકે ગુજરાત સરકારનું બજેટ 3 લાખ કરોડ ગત વર્ષે હતું. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાત ના બજેટનાં 9 ગણું મૂડીરોકાણ આવશે એટલા MoU કરવામાં આવ્યો હોવાનો દાવો થયો છે.
કેટલા કરોડના MoU કરવામાં આવ્યા ?
GIDCના MD રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, આ વર્ષે વાઈબ્રન્ટ સમિટની આ 10મી કડીમાં વર્ષ 2024 માં 41, 299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણો માટેના MoU કરવામાં આવ્યા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે રૂ.45 લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની વિરલ અને ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે.
આ સાથે જ છેલ્લી બે સમિટમાં કુલ 98,540 MoU થયા છે. જેમાં કુલ 45 લાખ કરોડથી વધુના MoU થયા છે. જેમાાં 36 કન્ટ્રી સેમિનાર 21 થિમેટિક સેમિનાર યોજાયા હતા. આ દરમિયાન 77 ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં ભારત સરકાર ના 17 મંત્રીઓએ 19 રાજ્યોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
ક્યા ક્ષેત્રમાં કેટલું રોકાણ
આ વખતે ઐતિહાસિક રોકાણ અને MOU થયા છે. જેમાં 50% MoU ગ્રીન એનર્જીમાં થયા છે. રિલાયન્સ દ્રારા ગ્રીન એનર્જી માટે 5 લાખ કરોડથી વધુ ના MoU જ્યારે અદાણી ગ્રુપે 2 લાખ કરોડથી વધુના MoU કર્યા છે. જ્યારે NTPCL 90 હજાર કરોડના MoU થયા છે. જેના અંગે મુખ્યમંત્રી દ્વારા પણ રીવ્યુ મોનિટરિંગ કરવામાં આવે છે.


