- વિન્ડ, સોલાર હાઈબ્રિડ પ્લાન્ટમાં 4 કંપનીઓની ભાગીદારી
- પ્રોજેક્ટ માટે કચ્છ સરહદ પર ગુજરાત સરકારે ફાળવી જમીન
- પ્રોજેક્ટના શરૂ થવાથી વધારે વીજળી ઉત્પન્ન કરી શકાશે
દેશનો સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છના ખાવડામાં બની રહ્યો છે. જેના માટેની પ્રતિકૃતિ વાઈબ્રન્ટ ગુજરાતમાં જોવા મળી હતી. કચ્છના ખાવડામાં તૈયાર થઈ રહેલા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં 30 ગીગા વોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
કચ્છના મોટા રણમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ થઇ રહ્યુ છે. 72,600 હેક્ટરના વિસ્તારમાં ફેલાયલો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે સૌર પેનલ અને વિન્ડ ટર્બાઇન બંનેમાંથી અધધ 30 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થશે. અહીં હાલ અદાણી સહિતની કંપનીઓ પાર્ક સ્થાપી રહી છે.
વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રિન્યુએબલ એનર્જીમાં ભારતના પ્રભાવશાળી પગલામાં મહત્વનો ભાગ ભજવવામાં આવી રહ્યો છીએ. જેમાં કચ્છના રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે.
આ માટે વિન્ડ, સોલાર હાઈબ્રિડ પ્લાન્ટમાં 4 કંપનીઓની ભાગીદારી રહેલી છે. જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ઊર્જાનો સ્ત્રોત ફાળવી આપવામાં આવશે. પ્રોજેક્ટ માટે કચ્છ સરહદ પર ગુજરાત સરકારે જમીન ફાળવી આપી છે. આ પ્રોજેક્ટના શરૂ થવાથી વધારે વીજળી ઉત્પન્ન કરી શકાશે.


