મેમારામ પ્રજાપતિએ રામ મંદિર માટે માનતા માની હતી : દેશભરમાં ૪પ૦૦૦ કિલોમીટરનું સાયકલ પર ભ્રમણ કર્યુ છે
અમદાવાદના ૬3 વર્ષના આસ્થાળુ વૃધ્ધ મેમારામએ જયાં સુધી રામ મંદિર નહી બને ત્યાં સુધી પગમાં ચપ્પલ નહી પહેરવાની માનતા લીધી હતી. આજે અયોધ્યા ખાતે મેમારામનું પગમાં ચપ્પલ અને સાયકલ પર આગમન થયું હતું. ‘અગ્ર ગુજરાત’ની ટીમને મુલાકાત આપતા મેમારામએ જણાવ્યું હતું કે મારી વર્ષોની માનતા હવે સિધ્ધ થશે. ૨૨મી જાન્યુઆરીએ રામલલ્લા રામમંદિરમાં બિરાજમાન થશે ત્યારબાદ હું ચપ્પલ પહેરીશ. તેઓ સાયકલ લઇ અમદાવાદથી અયોધ્યા પહોંચ્યા હતાં.
મુળ રાજસ્થાનના અને છેલ્લા ૪૦ વર્ષથી અમદાવાદમાં રહેતા અને ફ્રૂટ વેચવાનો ધંધો કરતા મેમારામ પ્રજાપતિ સાયકલ ઉપર ૨૬૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી અયોધ્યા પહોંચ્યા હતા અને જયા સુધી રામ મંદિરનું નિર્માણ કાર્ય ન થાય ત્યાં સુધી પગમાં ચપ્પલ નહી પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે તેવુ મેમારામ પ્રજાપતિએ જણાવ્યું હતું. તેમજ રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન તથા યુ.પી.ના મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.
અયોધ્યામાં અગાઉ બે વખત કારસેવામાં ભાગ લેનાર અને એક વખત રામ લલ્લાના દર્શન કરવા માટે અમદાવાદના મેમારામ પ્રજાપતિ એ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી અયોધ્યામાં ભગવાન શ્રી રામનુ મંદિર ન બને ત્યાં સુધી પગમાં ચપ્પલ નહી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને હવે જયારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની ધડીઓ ગણાઈ રહી છે, ત્યારે કેટલાક રામ ભક્તો હવે પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા છે.


