- અફઘાનિસ્તાન T20 સિરીઝમાં રોહિત અને વિરાટનું પુનરાગમન
- રોહિત-વિરાટની વાપસીની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી
- સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે આપ્યું નિવેદન
અફઘાનિસ્તાન T20 સિરીઝ માટે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને સામેલ કરવામા આવ્યા છે. તેમના પુનરાગમનને લઈને ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. યુવાઓ અને સતત T20 રમી રહેલા ખેલાડીઓ પાસેથી તક છીનવાઈ જવાની ટીકાઓ થઈ રહી છે. આ મુદ્દે સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે પોતાનુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે આ પસંદગીથી તેમને કોઈ આશ્ચર્યચકિત લાગતું નથી.
T20 સિરીઝમાં રોહિત અને વિરાટ પરત ફર્યા
ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વાપસી કરી છે. તેમની વાપસીની ચર્ચાઓ અટકવાનું નામ લઈ રહી નથી. આ બંને મહાન ખેલાડી T20 વર્લ્ડ કપ 2024નો ભાગ બનશે. ક્રિકેટ નિષ્ણાતો અને ભૂતપૂર્વ ક્રિકેટરો આ બંને મહાન ખેલાડીઓની વાપસી અંગે સતત પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. આ ક્રમમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે તે આ પસંદગીથી આશ્ચર્યચકિત થયો નથી.
એબી ડિવિલિયર્સની કબૂલાત
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સના જણાવ્યા પ્રમાણે તેઓ વિરાટ અને રોહિતની વાપસીથી ખૂબ જ ખુશ થયા છે. ટીમ ઈન્ડિયા પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ મોકલીને T20 વર્લ્ડ કપ જીતવા માંગે છે. એવું જ હોવું જોઈએ. તેઓ સમજે છે કે, હાલમા યુવાઓ અને સતત T20 રમી રહેલા ખેલાડીઓ પાસેથી તક છીનવાઈ જવાની ટીકાઓ થઈ રહી છે. તેણે જણાવ્યું કે, મારી કારકિર્દીના અંતે મારી સ્થિતિ પણ આવી જ હતી. પરંતુ મને વિરાટ અને રોહિતની જેમ તક મળી ન હતી. તમે તમારા અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ કરી શકો છો કે તેઓ વર્લ્ડ કપ જીતાડશે.
‘વિરાટ ઉત્સાહી ક્રિકેટર છે’
ડિવિલિયર્સે વિરાટ કોહલીના ક્રિકેટ પ્રત્યેના જુસ્સા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘વિરાટની નસોમાં ક્રિકેટ છે અને આ જ તેની પ્રેરણા છે.’ ક્રિકેટની સાથે તે પરિવાર સાથે પણ ઘણો સમય વિતાવે છે. તેણે પોતાની કારકિર્દીને ખૂબ સારી રીતે મેનેજ કરી છે. ડિવિલિયર્સે કહ્યું કે, હું પણ આવા જ જુસ્સા સાથે રમતો હતો. પરંતુ હું મારી કારકિર્દીના છેલ્લા તબક્કામાં વિરાટની જેમ મેનેજ કરી શક્યો ન હતો.


