- ઉત્તર પૂર્વીય પવનોને લીધે પવનની ગતિમાં થઈ શકે છે વધારો
- પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વધે તેવી શકયતા
- ઠંડીના કારણે ફ્લાઈટ્સ લેટ થતા અનેક મુસાફરોની વધી મુશ્કેલીઓ
રાજ્યમાં આજે ઠંડી યથાવત છે તો સાથ જ આવતીકાલથી એટલે કે ઉત્તરાયણથી ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે ઠંડીને લઈને આગાહી કરી છે. આ આગાહીમાં કહેવાયું છે કે આવતીકાલે ઠંડીનું જોર વધશે. ઉત્તરાયણના દિવસે 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
રાજ્યના તમામ શહેરોની વાત કરીએ તો નલિયા ફરી એકવાર 9.05 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.02 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 14.03 ડિગ્રી તાપમાન થયું છે. તો વડોદરામાં 17 ડિગ્રી , સુરતમાં 18 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.
આ કારણે ઠંડીમાં થશે વધારો
હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીનું જોર આવતીકાલથી વધશે. કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પૂર્વીય પવનોને લીધે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. આવતીકાલે રાજ્યમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ઉત્તર ભારતમાં ઠંડીની અસર હવાઈ સેવામાં વર્તાઈ
રાજ્યમાં ઠંડીની સાથે સાથે ધુમ્મસને કારણે પણ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થઈ રહી છે. મળતી માહિતિ અનુસાર ઉત્તર ભારતથી આવતી ફ્લાઇટો 5થી 7 કલાક મોડી ચાલી રહી છે. આ સિવાય અમદાવાદ આવતી 35 ફ્લાઇટ મોડી જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઇટ રદ્દ કરાઈ દેવામાં આવી છે. ફ્લાઈટ્સ લેટ થવાને લઈને કે રદ્દ થવાને લઈને પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


