- અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની જોરશોરમાં તૈયારી
- 14 લાખ દીવાઓ સાથે ભગવાન રામની ભવ્ય કલાકૃતિનો વીડિયો વાયરલ
- લાખો દીવાઓથી ઝગમગતું ભગવાન શ્રી રામનું પરાક્રમી સ્વરૂપે સર્જયો વર્લ્ડ રેકોર્ડ
અયોધ્યામાં બિહારના કલાકારોની અદભૂત કલાકૃતિઓ જે મંત્રમૃગ્ધ કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અયોધ્યામાં 14 લાખ દીવાઓ સાથે ભગવાન રામની ભવ્ય કલાકૃતિ બનાવવામાં આવી છે. લાખો દીવાઓથી ઝગમગતું ભગવાન શ્રી રામનું પરાક્રમી સ્વરૂપે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
14 લાખ દીવાઓ સાથે ભગવાન રામની ભવ્ય કલાકૃતિ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા અયોધ્યા રામમય બની ગઈ છે. અયોધ્યામાં બિહારના કલાકારોની અદભૂત કલાકૃતિઓ બતાવવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અહીં 14 લાખ દીવાઓ સાથે ભગવાન રામની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે. આ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.
લંબાઈ 250 ફૂટ અને પહોળાઈ 150 ફૂટની ભગવાન રામનું આર્ટવર્ક
આ આર્ટવર્ક બિહારના અનિલ કુમારે તેમના 12 સાથીઓ સાથે મળીને તૈયાર કર્યું છે. ભગવાન રામની ભવ્ય કલાકૃતિની લંબાઈ 250 ફૂટ છે જ્યારે તેની પહોળાઈ 150 ફૂટ છે. આ આર્ટવર્ક કુલ 4000 ચોરસ ફૂટમાં કોતરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે તેના મુખ્ય આયોજક છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે અભ્યુદય રથયાત્રા લઈને બિહારથી અયોધ્યા પહોંચ્યા છે. તેમના કાફલામાં 750થી વધુ વાહનોનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં અનેક કાર્યક્રમોનું આયોજન
જેમાં અલગ-અલગ વિસ્તારના લોકો પાસે ભગવાન રામ માટે સંદેશો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં હજારો લોકો ઉજવણી કરશે. ભગવાન રામના અભિષેક પહેલા અયોધ્યામાં ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ કાર્યક્રમ ખાસ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની આગેવાનીમાં ભગવાન રામ માટેના સંદેશાઓ સાથે સેંકડો લોકો મિથિલાથી અહીં પહોંચ્યા છે.


