- પૂણે ખાતેના નિવાસસ્થાને હાર્ટએટેક આવ્યો હતો
- વિદેશ રહેતા પરિવારજનો આવ્યા બાદ અંતિમ વિધિ
- પુણેની કોથરૂડ વિસ્તારમાંની એક ખાનગી હોસ્પિટલ લઈ જવાયાં
પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા ડો. પ્રભાનું હૃદયરોગનો હુમલો થતાં શનિવારે તેમના નિવાસસ્થાન ખાતે અવસાન થયું છે. તેઓ 92 વર્ષનાં હતાં. તેમનાં નિકટનાં સૂત્રોએ આ માહિતી આપી
હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનું પ્રતિનિધિત્વ કરનારાં પ્રભા અત્રેને ભારત સરકાર તરફથી ત્રણેય પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાયાં હતાં.
સૂત્રએ જણાવ્યું કે, અત્રેને તેમના ઘરે સૂવા દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તેમને પુણેની કોથરૂડ વિસ્તારમાંની એક ખાનગી હોસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં શનિવારે સવારે સાડા પાંચ વાગ્યે ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. સૂત્રોએ જણાવ્યું કે પ્રભા અત્રેના પરિવારના કેટલાક લોકો વિદેશમાં રહે છે, તેથી તેમના અહીં આવ્યા બાદ અંતિમસંસ્કારવિધિ કરવામાં આવશે. બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રભા અત્રેનો જન્મ 13 સપ્ટેમ્બર 1932એ થયો હતો.


