- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20
- ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- આ સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ
આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી T20 રમાઈ રહી છે. આ મેચ ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યાથી શરૂ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. તેથી ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. આ સાથે અફઘાનિસ્તાનની ટીમ સિરીઝમાં બરાબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
અફઘાનિસ્તાનની ઈનિંગ
રહેમાનુલ્લા ગુરબાઝ આઉટ: અફઘાનિસ્તાન તરફથી ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે તાબડતોડ શરૂઆત કરી હતી. ત્યારબાદ કેપ્ટને બોલ રવિ બિશ્નોઈને સોંપી હતી. બિશ્નોઈએ આવતાની સાથે કમાલ કરી હતી અને ગુરબાઝને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગુરબાઝ 9 બોલમાં 1 ફોર અને 1 સિકસની મદદથી 14 રન બનાવીને આઉટ થયો હતો.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેથી અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાન ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત અર્શદીપ સિંહે કરી છે.
ભારતે ટોસ જીત્યો
આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી T20 મેચ હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણાયક મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં બે ફેરફાર કર્યા છે. શુભમન ગિલના સ્થાને યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વિરાટ કોહલીની 14 મહિના બાદ ટીમમાં વાપસી થઈ છે. જ્યારે અફઘાનિસ્તાને એક ફેરફાર કર્યો છે. રહેમત શાહના સ્થાને નુર અહેમદને ટીમમાં સ્થાન આપવમાં આવ્યું છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નુર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ હક, મુજીબ ઉર રહેમાન
પિચ રિપોર્ટ
ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ સપાટ છે, આઉટફિલ્ડ ખૂબ જ ઝડપી છે અને બાઉન્ડ્રી પણ નાની છે, જેનો અર્થ છે કે આ વિકેટ બેટ્સમેન માટે વધુ મદદરૂપ છે. આ મેદાનમાં રનનો વરસાદ જોવા મળી શકે છે.આ મેદાન પર રમાયેલી ત્રણ T20 મેચોમાં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે 150થી વધુ રન બનાવ્યા છે. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોર 260 રન છે.
હેડ ટૂ હેડ મુકાબલો
ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 6 વખત ટકરાયા છે. અહીં અફઘાન ટીમ 5 મેચ હારી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. અહીં ઈન્દોરની વાત કરીએ તો ભારતીય ટીમ અહીં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. અહીં તેણે બે જીત અને એક હારી છે. ભારતે અહીં શ્રીલંકાને બે મેચમાં હરાવ્યું છે અને સાઉથ આફ્રિકા સામે એક મેચ હારી છે.


