- પટેલ સલીમ ઈબ્રાહીમનુ હાર્ટએટેકથી મોત
- જંબુસરના જાની ફળીયા વિસ્તારમાં રહેતો હતો
- યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો
રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ સતત વધી રહ્યું છે. વૃદ્ધથી લઇને યુવાનોને હાર્ટ એટેકથી મોત થવાના સમાચારો આવી રહ્યાં છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ભરુચના જંબુસરમાં એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
યુવાનનું હાર્ટ એટેકથી મોત
મળતી માહિતી પ્રમાણે, ભરુચના જંબુસરમાં એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. જંબુસરમાં રહેતાં સલીમ ઈબ્રાહીમ પટેલનું આજે હાર્ટ એટેકના હુમલો થવાથી મોત નીપજ્યું હતું. સલીમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતાં પહેલાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા હતા.
બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
ભરુચના જંબુસરના જાની ફળિયા વિસ્તારમાં રહેતાં પટેલ સલીમ ઈબ્રાહીમનું હાર્ટ એટેકને કારણે મોત થતાં તેના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. યુવાન સલીમ ઈબ્રાહિમના મૃત્યુથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવાય
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે. જેમાં હ્રદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે હ્રદય કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.


