- MLA અમિત ઠાકરના વિસ્તારમાં અમિત શાહે ઉત્તરાયણ ઉજવી
- અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણની ઉજવણી કરી
- ભાજપ કાર્યકર્તાઓ અને પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે. જેમાં ભાજપ કાર્યકર્તાઓ અને પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી છે. વેજલપુરમાં અમિત શાહે પતંગ પણ ચઢાવ્યો છે. તેમજ MLA અમિત ઠાકરના વિસ્તારમાં અમિત શાહે ઉત્તરાયણ ઉજવી છે.
સાંજે 4 વાગ્યે ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવશે
સાંજે 4 વાગ્યે ગાંધીનગરમાં ઉત્તર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે 5 વાગ્યે અમદાવાદમાં સાબરમતી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. અમતિ શાહ 15 જાન્યુઆરીના રોજ દિયોદરમાં યોજાનાર વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સોમવારના રોજ બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હશે અને જ્યાં પશુપાલકો અને ખેડૂતોની સમૃદ્ધી અને વિકાસ અંગેના વિવિધ કાર્યોની શરુઆત કરવામાં આવશે.
ઉત્તરાયણના પર્વની શરૂઆત થઇ છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ યોજાયો છે. ઉતરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2024 ના કાર્યક્રમો આ પ્રમાણે છે.
– સવારે 10:00 કલાકે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી છે
– સવારે 10:30 કલાકે અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણ પતંગ મહોત્સવ
– સાંજે 4:30 કલાકે ગાંધીનગરમાં ઉત્તરાયણ પતંગ મહોત્સવ
– સાંજે 5:30 કલાકે અમદાવાદના ચાંદલોડિયામાં ઉત્તરાયણ પતંગ ઉત્સવની ઉજવણી


