- વલસાડમાં ધાબા પરથી નીચે પટકાતા બાળકનું મોત
- મહેસાણમાં પતંગ પકડવા જતા બાળક કુવામાં પડતા જીવ ગુમાવ્યો
- પતંગ પકડવા જતા બાળકે જીવ ગુમાવ્યો છે
ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે સાવધાન રહેવુ જોઇએ. જેમાં વલસાડમાં ધાબા પરથી નીચે પટકાતા બાળકનું મોત થયુ છે. ખાટકીવાડમાં પતંગ ચગાવતી વખતે બાળક નીચે પટકાયું હતુ. તેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.
પતંગ ચગાવતા 6 વર્ષીય બાળકનું મોત થયુ
પતંગ ચગાવતા 6 વર્ષીય બાળકનું મોત થયુ છે. વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં ખુશ્બુ એપાર્ટમેન્ટમાં પરવેઝ શેખ નામના બાળકનું મોત થયુ છે. પતંગ ચગાવતા ધાબા પરથી નીચે બાળક પટકાયો હતો. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બાકળનું મોત થયુ છે. તેથી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ ગઇકાલે મહેસાણમાં પતંગ પકડવા જતા બાળક કુવામાં પડતા જીવ ગુમાવ્યો હતો.
ઉત્તરાયણના પર્વએ થયેલા મોતથી શોકનો માહોલ સર્જાયો
હિરવાણી ગામના કુવામાં પડી જતાં બાળકનું મોત થયુ છે. કુવામાં પડી જતા 10 વર્ષીય બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. જેમાં ખેરાલુ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે. ઉત્તરાયણ પર ધાબા પરથી પડી જવાની અને કરંટ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેની વચ્ચે પતંગના કારણે 10 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. આ ઘટના મહેસાણાના ખેરાલુ ખાતે મોટી હિરવાણી ગામ ખાતે બની છે. આ અંગેની માહિતી અનુસાર, મહેસાણાના ખેરાલુમાં આવેલા મોટી હિરવાણી ગામના રાહુલ વણઝારા નામનો કિશોર પતંગ લુંટવા જતા કુવામાં પડ્યો હતો. ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામના કુવામાં પડી જતાં 10 વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે. જેની સાથે જ ઉત્તરાયણના પર્વએ થયેલા મોતથી શોકનો માહોલ સર્જાયો છે.


