- ભઠ્ઠીમાં વિસ્ફોટ થતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા
- ગંભીર ઈજાગ્રસ્ત 3 અમદાવાદમાં સારવાર હેઠળ
- સ્ટીલ કંપનીમાં લોખંડ પીગળતી વખતે બ્લાસ્ટ થયો હતો
કચ્છના અંજારમાં KEMO STEEL કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટમાં એકનું મોત 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ભઠ્ઠીમાં વિસ્ફોટ થતા 10 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત 3 અમદાવાદમાં સારવાર હેઠળ છે.
સ્ટીલ કંપનીમાં લોખંડ પીગળતી વખતે બ્લાસ્ટ થયો
સ્ટીલ કંપનીમાં લોખંડ પીગળતી વખતે બ્લાસ્ટ થયો હતો. અંજારના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે. કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્યાં કામ કરતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે આસપાસમાં લોકો ડરી ગયા હતા. 4 લોકો અતિગંભીર રીતે દાઝી ગયા હતાં જેમને અંજારમાં આવેલી હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેમની હાલત અત્યંત નાજુક હોવાને કારણે તેમને અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પાલીસે ઘટનાની જાણ થતાં જ વધુ તપાસ હાથ ધરી
અંજારમાં કેમો સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનાત આસપાસના વિસ્તારમાં લોકોમાં ફફટાડ ફેલાઈ ગયો હતો. આસપાસના લોકોએ ભાગદોડ મચાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી હતી. પાલીસે ઘટનાની જાણ થતાં જ વધુ તપાસ હાથ ધરી હતી.


