- શિયાળામાં પહેલીવાર કોલ્ડવેવની આગાહી
- કંડલામા 10 ડિગ્રી અને ડિસામાં 12 ડિગ્રી
- 10-15 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે
શિયાળામાં પહેલીવાર કોલ્ડવેવની આગાહી સામે આવી છે. જેમાં 5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. કંડલામા 10 ડિગ્રી અને ડિસામાં 12 ડિગ્રી સાથે ભુજમાં 13 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં કેશોદમાં 15 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્યમાં ઉત્તરાયણની તૈયારીમાં લોકો લાગી ગયા
અમદાવાદમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, મહુવામાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં ઉત્તરાયણની તૈયારીમાં લોકો લાગી ગયા છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને એક જ ચિંતા સતાવી રહી છે કેવો રહેશે પવન ? આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યભરમાં પવનની ગતિ 15-25 કિમી પ્રતિ કલાક રહેશે, લોકો પૂરતી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી શકશે.
10-15 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે
હાલ રાજ્યમાં છૂટાછવાયા વરસાદના વાદળો જોવા મળ્યા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વાદળો રહેવાની શક્યતા રહેલી છે. જેના અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, પવનની ગતિ 15-25 કિમી પ્રતિ કલાક રહેશે. તેમજ ઉત્તર ગુજરાતમાં 20-24 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જ્યારે બપોર સુધી ઉ.ગુજરાત પવનની દિશા અસ્થાયી રહેશે તેમજ બપોર બાદ ઉ.ગુજરાત પવન પતંગ માટે અનુકુળ રહેશે. આ તરફ વાત જો મધ્ય ગુજરાતમાં પવનની કરવામાં આવે તો દિવસ દરમિયાન દિશા અસ્થાયી રહેશે. તેમજ મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 12-20 કિમી પ્રતિ કલાક રહેશે. જેના કારણે લોકોને પતંગ માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે 3 વાગ્યા બાદ મધ્ય ગુજરાત માટે પવનની ગતિ અનુકુળ રહેશે. જેમાં 10-15 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે.


