- સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની પૂરાશે હાજરી
- 100 જેટલા પાકા કામના કેદીઓ સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ
- 100 કેદીઓને ફિંગર પ્રિન્ટનો બાયોમેટ્રિક મશીનમાં લેવાયો રેકોર્ડ
વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની હાજરી પૂરાશે. તેમાં 100 જેટલા પાકા કામના કેદીઓ સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
100 કેદીઓને ફિંગર પ્રિન્ટનો બાયોમેટ્રિક મશીનમાં રેકોર્ડ લેવાયો
100 કેદીઓને ફિંગર પ્રિન્ટનો બાયોમેટ્રિક મશીનમાં રેકોર્ડ લેવાયો છે. હાલમાં કેદીઓને બેરેકમાં ભેગા કરી રજીસ્ટરમાં હાજરી પુરાય છે. જેમાં સેન્ટ્રલ જેલમાં કાચા પાકા કેદીઓની સંખ્યા 1800 છે. નજીકના ભવિષ્યમાં કેદીઓ અંગૂઠો અથવા તો આંગળી મૂકી બાયોમેટ્રિક હાજરી પૂરતા જોવા મળશે. રાજ્યની ચાર સેન્ટ્રલ જેલમાં 16600 જેટલા કેદીઓ છે. બાયોમેટ્રિક સિસ્ટમનો પ્રોજેકટ આખા રાજ્યમાં લાગુ થનાર છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર જેલ છે
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર જેલ છે. આ ચારે જેલમાં લગભગ 10000 જેટલા પાકા કામના કેદીઓ છે. જ્યારે 2022ના આંકડા પ્રમાણે પાકા અને કાચા કામના કેદીઓની ગણતરી કરવામાં આવે તો આંકડો166૦૦ પર પહોંચે છે. ચારે જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવા માટેની કવાત શરુ કરી દેવામાં આવી છે. બાયોમેટ્રિક સિસ્ટમના કારણે કેદીઓની હાજરીમાં પૂરવામાં ગરબડ થવાની આછી પાતળી સંભાવના પણ નાબૂદ થઈ જશે.


