- ચાલુ બાઇક પર પતંગની દોરી આવી જતાં મોત
- મૃતક સીનોર તાલુકાના બીથલી ગામનો રહેવાશી
- સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત
ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી દ્વારા એક તરફ મુંગા પક્ષીઓનો જીવ જઈ રહ્યા છે. ત્યાં આ વચ્ચે પતંગની દોરીના કારણે સામાન્ય જનતાનો પણ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. આ વચ્ચે વડોદરાના વાઘોડીયા ખાતે પતંગ ની દોરી ગળે આવી જતાં યુવાનનું મોત થયું છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા ખાતે યુવાનનું ચાલુ બાઇક પર પતંગની દોરી આવી જતાં મોત થયું છે. વાઘોડિયામાં ભાડે મકાન રાખીને જી આઈ ડી સી માં યુવાન નોકરી કરતો હતો. જેના અંગેની વિગતમાં સીનોર તાલુકાના બીથલી ગામનો અંકિત વસાવા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે યુવક બાઈક પર મિત્ર સાથે વાઘોડિયા થી વડોદરા જવા માટે નીકળ્યો હતો ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. જેમાં વડોદરા પરિવાર ચાર રસ્તા પાસે ચાલુ બાઇક પર ગળાના ભાગે દોરી આવી જતાં ગળું કપાઈ ગયું હતું. જે પછી યુવાનને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.


