- DGCA દ્વારા સારા કોમ્યુનિકેશન અને વધુ સુવિધા માટે આપ્યા નિર્દેશ
- “SMS કરો, Whatsapp કરો, E-Mail કરો, પણ વહેલા જાણ કરો”
- ધુમ્મસના કિસ્સામાં ફ્લાઇટ રદ થઈ શકે, પરંતુ સમયનું રાખવું ધ્યાન
DGCAએ એરલાઇન્સ માટે વધુ સારા કોમ્યુનિકેશન અને મુસાફરોની સુવિધાઓ માટે એક SOP જાહેર કરી છે. ઈન્ડિગો ફ્લાઈટની ઘટના સામે આવ્યા બાદ, અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે DGCAએ SOP જાહેર કરવાની વાત કરી હતી. આ SOP હેઠળ, એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટમાં વિલંબ અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે. આ સાથે જ ફ્લાઇટ કેમ મોડી પડી રહી છે તેનું કારણ પણ બહાર લાવવું જરૂરી છે. DGCAએ આ માટે CAR જાહેર કરી છે. મુસાફરોને વ્હોટ્સએપ દ્વારા ફ્લાઈટના વિલંબ વિશે પણ જાણ કરવામાં આવશે.
SOP: એરલાઇન્સને અપાયા આ નિર્દેશ
- એરલાઇન્સ પોતાની ફ્લાઇટના વિલંબને લઈને ચોક્કસ સમયે જાણકારી આપવાની રહેશે. જેને આ માધ્યમો દ્વારા મુસાફરો સુધી શેર કરવામાં આવશે.
- એરલાઇન્સની સંબંધિત વેબસાઇટ
- પ્રભાવિત મુસાફરોને SMS / Whatsapp અને E-Mail દ્વારા આગોતરી જાણકારી
- એરપોર્ટ પર પર પ્રતિક્ષા કરી રહેલ મુસાફરોને ફ્લાઇટના વિલંબને લઈને અપડેટ આપવું
- એરપોર્ટ પર એરલાઇન્સ કર્મચારીઓએ યોગ્ય રીતે કોમ્યુનિકેટ કરવું અને ફ્લાઇટના વિલંબને લઈને મુસાફરોને ગંભીરતાથી સને યોગ્ય રીતે માહિતી આપવી જરૂરી
ધુમ્મસના કિસ્સામાં ફ્લાઇટ રદ થઈ શકે, પરંતુ સમયનું રાખવું ધ્યાન
ધુમ્મસ થવાના મોસમ અથવા પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સ આવી ફ્લાઇટ્સ અગાઉથી રદ કરી શકે છે, જેમાં વિલંબ થવાની સંભાવના છે. આ સિવાય જો આવી પરિસ્થિતિમાં 3 કલાકથી વધુનો વિલંબ થાય તો પણ એરલાઈન્સ ફ્લાઈટ્સ કેન્સલ કરી શકે છે જેથી ભીડ ઓછી થઈ શકે, પરંતુ આ માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જેથી એરપોર્ટ અને મુસાફરોને થનાર અસુવિધા ઘટાડી શકાય છે.
નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ એરલાઇન્સને તત્કાળ પ્રભાવથી ઉપરોક્ત SOPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જણાવી દઈએ કે SOP DGCA ડાયરેક્ટર અમિત ગુપ્તા દ્વારા જાહેર કરવામાં આવી છે.


