- દારૂની મહેફિલ માણતા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા
- સી ટીમની PCR વાનમાં દારૂની મહેફિલ ચાલતી
- મુજ મહુડા વિસ્તારમાં PCR વાનમાં દારૂની મહેફિલ
વડોદરા શહેરમાં ખાખી વર્દી પર ડાઘ લાગ્યો છે. જેમાં વડોદરામાં PCR વાનમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. દારૂની મહેફિલ માણતા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા છે. સી ટીમની PCR વાનમાં દારૂની મહેફિલ ચાલતી હતી. મુજ મહુડા વિસ્તારમાં PCR વાનમાં દારૂની મહેફિલ થતા કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે.
સાગરીત માલવ કહાર અને સાકીર મણિયારની પણ ધરપકડ
સાગરીત માલવ કહાર અને સાકીર મણિયારની પણ ધરપકડ કરાઇ છે. વડોદરાની પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા છે. મુજ મહુડા વિસ્તારમાં સી ટીમની પીસીઆર વાનમાં ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ અને બે સાગ્રીતો દારૂ પી રહ્યા હતા. તેમાં રાહદારીઓએ પોલીસ કન્ટ્રોલમાં જાણકારી આપતા કાર્યવાહી કરવામાં આવી છે. જેપી રોડ પોલીસે વાનના ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેના સાગરીત માલવ કહાર અને સાકીર મણિયારની ધરપકડ કરી છે.
ત્રણે જણાએ દારૂનો નશો કર્યો હોવાનું જણાયુ
ત્રણે જણાએ દારૂનો નશો કર્યો હોવાનું જણાવતા જે.પી રોડ પોલીસમાં ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઇ છે કે પોલીસ આ રીતે ખુલ્લેઆમ દારૂ પીવા બેસશે તો સામાન્ય લોકોનો વિશ્વાસ કોના પર રહેશે.


