- અમદાવાદમાં ફાયર કર્મી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયો
- ઘુમા સ્મશાન પાસે દેવ 94 બિલ્ડીંગ પાસે બનાવ બન્યો
- પક્ષીને બચાવવા જતા જવાને જીવ ગુમાવ્યો છે
પક્ષીને બચાવવા જતા ફાયરના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં ફાયર કર્મી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયો હતો. ઘુમા સ્મશાન પાસે દેવ 94 બિલ્ડીંગ પાસે આ બનાવ બન્યો છે. જેમાં પક્ષીને બચાવવા જતા ફાયર બ્રિગેડના કર્મચારીને કરંટ લાગ્યો છે.
ફાયર કર્મચારી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયો
પક્ષીને બચાવવા જતા ફાયરના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે. જેમાં ફાયર કર્મચારી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયો હતો. ઉત્તરાયણના તહેવારે રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીએ 24.05 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓના રેસ્ક્યુ માટે ત્રણ દિવસમાં કુલ 62 કોલ મળ્યા છે. ત્યારે શહેરમાં પતંગની દોરીથી 70થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.
ત્રણ દિવસમાં પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 62 કોલ મળ્યા
ઇજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર છે. અમદાવાદ ફાયર વિભાગને ત્રણ દિવસમાં પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 62 કોલ મળ્યા હતા. જેમાં 13 જાન્યુઆરીએ 17 કોલ, 14 જાન્યુઆરીએ 20કોલ અને 15 જાન્યુઆરીએ 25 કોલ મળ્યા હતા. ત્યારે શહેરમાં 70થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ઉત્તરાયણમાં તહેવારમાં શોર્ટ સર્કિટ અને અન્યા કારણોસર 12 જગ્યાઓ પર આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ વર્ષે ટુક્કલોને કારણે આગ લાગવાનો એક પણ બનાવ બન્યો નથી.


