- મુળી-સડલા રોડ પર ડમ્પર પાછળ કાર ટકરાઈ
- કારમાં સવાર ત્રણે લોકોના ઘટનાસ્થળે જ મોત
- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જેમાં મુળી – સડલા રોડ પર ડમ્પર પાછળ કાર ટકરાઈ હતી. તેમાં કારમાં સવાર ત્રણે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તથા સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પર પાછળ અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ
મુળી – સડલા રોડ પર ડમ્પર પાછળ કાર અથડાતા ઘટના સ્થળે 3 લોકોના મોત થયા છે. જેમાં ડમ્પર પાછળ અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધ્યા છે. ત્યારે મૃતકોની ડેડબોડીને પી.એમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે. ઘટનાને લઈ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા
અગાઉ સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી ગયા બાદ ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઇ હતી. તેમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.


