- 7 દિવસ તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં થાય
- રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પવન ફૂંકાશે
- પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેશે
જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની માહિતી આપી છે. જેમાં હાલ કોઈ પણ સ્થાન પર વરસાદ પડશે નહીં. જેમાં સૂકા અને ઠંડા પવનની અસર જોવા મળશે.
આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી. જેની સાથે જ પવનની ગતિ વધી રહી છે. જેના કારણે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11.8 તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત રાજ્યમાં સતત પવન સાથે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અન તાપમાન નીચું જઈ રહ્યું છે. જેમાં 7 દિવસ તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં થાય. આ સાથે જ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પવન ફૂંકાશે. આગામી દિવસોમાં પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેશે જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.
હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે. જેના કારણે સૂકા પવન સાથે ઠંડીમાં વધારો જોવા મળશે. રાજ્યમાં નલિયાનું તાપમાન 10.8, કંડલા એરપોર્ટ તાપમાન 12.7, કંડલા બંદર 15.9, ઓખા 19.5, દ્વારકા, 17.4, પોરબંદર 16, રાજકોટ 13, વેરાવળ 17.2, અમરેલી 11.6, ભાવનગર 14.5, સુરેન્દ્રનગર 12.8, અમદાવાદ 11.8, વડોદરા 12.4 તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું.


