- ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત
- અકસ્માતમાં મહેન્દ્ર પાડલીયાને પહોંચી સામાન્ય ઈજા
- રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને પણ પહોંચી ઈજાઓ
ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત થયો છે. જેમાં લીંબડી પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત થયો છે. અકસ્માતમાં મહેન્દ્ર પાડલીયાને સામાન્ય ઈજા પહોંચી છે. તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને પણ ઈજાઓ પહોંચી છે.
લીંબડી પાસે મૃત ભેસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો
ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને લીંબડી પાસે અકસ્માત નડયો છે. લીંબડી પાસે મૃત ભેસ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડીયાને સામાન્ય ઇજા થઇ છે. લીંબડી પાસેના અકસ્માતમાં ધારાસભ્યની ગાડીનો ભુક્કો બોલાઇ ગયો છે. આ અકસ્માતની જાણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને લીમડી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે આગળ ખસેડ્યા હતા.
જાણો ડો. મહેન્દ્ર પાડલિયા વિશે
ડો. મહેન્દ્ર પાડલિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ અપાવ્યો છે. ડો.મહેન્દ્ર પાડલિયાએ બી.એસ.સી., એલએલ એમ., પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જેઓ 1997થી 2000 રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ તથા 1981થી 2011 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિદ્યાશાખાના અધ્યાપક, 2011થી 2014 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, 2016થી 2019 ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ તરીકેની સફળ કામગીરી કરી છે. 2000થી 2005 રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ રહ્યાં હતા. તેમજ 2005થી 2010 જિલ્લા પંચાયતના સભ્ય તરીકે તથા 2009થી 2011 માનવઅધિકાર સેલના પ્રદેશ કન્વીનર તરીકે રહ્યાં હતા. તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી પણ રહી ચુક્યા છે.


