- હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટીમમાંથી બહાર
- ODI વર્લ્ડકપ 2023 હાર્દિક થયો હતો ઈજાગ્રસ્ત
- હાર્દિક પંડ્યાએ આપ્યા ટીમમાં વાપસીના સંકેત
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ટીમની બહાર છે. ODI વર્લ્ડકપ 2023 દરમિયાન હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ હાર્દિક લાંબા સમય સુધી ટીમની બહાર હતો. હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ હાર્દિક પંડ્યા પણ સતત પુનરાગમનના સંકેત આપી રહ્યો છે. આ દિવસોમાં હાર્દિક પંડ્યા જીમમાં ખૂબ જ સખત વર્કઆઉટ કરી રહ્યો છે. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
હાર્દિકે એક નવો વીડિયો શેર કર્યો છે
હાર્દિક પંડ્યા આ દિવસોમાં પોતાને ફિટ રાખવા માટે જીમમાં ખૂબ જ સખત વર્કઆઉટ કરી રહ્યો છે. હવે હાર્દિક પંડ્યાએ વર્કઆઉટ કરતી વખતે તેનો નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં હાર્દિક પંડ્યાએ AM TO PM લખ્યું છે.
એટલે કે હવે હાર્દિક પંડ્યાએ ટીમમાં વાપસીના સંકેત આપ્યા છે. IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે હાર્દિક પોતાની જાતને વહેલી તકે ફિટ બનાવવા માંગે છે. જેના માટે તે દિવસ-રાત મહેનત કરી રહ્યો છે.
હાર્દિકના વાપસીથી કયા ખેલાડીને થશે અસર?
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિવમ દુબે પણ હાર્દિક પંડ્યાની જેમ ખૂબ જ સારો ઓલરાઉન્ડર છે. શિવમ દુબેએ અફઘાનિસ્તાન સાથે રમાઈ રહેલી T20 સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. શિવમ દુબેએ પણ આ સિરીઝમાં બે ફિફટી ફટકારી છે. હવે મોટો સવાલ એ છે કે હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી ક્યારે થશે, કયા ખેલાડીને બહાર રાખવામાં આવશે. હાર્દિકની વાપસી સાથે શાનદાર ફોર્મમાં રહેલા શિવમ દુબેનું સ્થાન પણ જોખમમાં આવી શકે છે.


