- 10 ફેબ્રુઆરીએ PM મોદી વડોદરા આવી શકે છે
- ટેન્ટ સીટીના ભૂમિ પૂજનમાં PM મોદી આવે તેવી શકયતા
- 50 હજારથી વધુની મેદનીને સંબોધે તેવી તૈયારીઓ કરાશે
રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ કામોની ભેટ માટે આગામી મહિનામાં ગુજરાતના મહેમાન બની શકે છે. જેમાં આ વખતે વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાત લઈ શકે છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની સાથે ગુજરાતના મહેમાન બન્યા હતા. જેની સાથે જ આગામી દિવસોમાં આ વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાત લેશે. 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી શકે છે. જેમાં પાંજરાપોળ ખાતે નિર્માણ થનાર ટેન્ટ સિટીના ભૂમિ પૂજનમાં વડાપ્રધાન આવે તેવી શક્યતા છે.
વડોદરા પાંજરાપોળ ખાતે ટેન્ટ સીટીનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ટેન્ટ સીટીના ભૂમિ પૂજનમાં વડાપ્રધાન મોદી આવે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. જેની સાથે જ 50 હજારથી વધુની જનમેદનીને પીએમ સંબોધન કરે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


