- સાવકા પિતાએ આપી હતી તાલીબાની સજા
- નશાબાજ સાવકા પિતાએ કર્યો હતો હુમલો
- પાંડેસરા પોલીસે કરી સાવકા પિતાની ધરપકડ
સુરતમાં 8 વર્ષના બાળકને સાવકા પિતાએ તાલીબાની સજા આપી છે. જેમાં નશાબાજ સાવકા પિતાએ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. તેમાં પાંડેસરા પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. તેમાં સાવકા પિતાએ પુત્રના ગળે બ્લેડ ફેરવી દીધી હતી.
બ્લેડ ફેરવી દેતા કિશોર લોહીલુહાણ થયો હતો
બ્લેડ ફેરવી દેતા કિશોર લોહીલુહાણ થયો હતો. તથા માતા નોકરીથી પરથી પરત આવી તો પુત્ર ઘરે ન હતો. તેમજ ઘર નજીકથી લોહી નીકળતી હાલતમાં પુત્ર મળી આવ્યો હતો. પત્નીની અદાવતમાં સાવકા પિતાએ પુત્ર પર હુમલો કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં કમલા ચોક પાસે બનાવ બન્યો હતો. જેમાં પોલીસે સાવકા પિતા વિજય કહાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવ વર્ષની માસુમ બાળકી સાવકા પિતાની હવસનો શિકાર બની
અગાઉ અમદાવાદના વટવા વિસ્તારમાં નવ વર્ષની માસુમ બાળકી સાવકા પિતાની હવસનો શિકાર બની હતી. ઘરમાં રહેલી માસુમની એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાળકી એ સમગ્ર હકીકત માતાને જણાવતા માતાએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પત્નીના પહેલા પતિના બે સંતાનમા રહેલા બે બાળકોમાંથી 9 વર્ષની સગીરા સાથે શારિરીક અડપલા કરતા મામલો સામે આવ્યો હતો. મહત્વનું છે કે ઘરે એકલી રહેલી બાળકીની એકલતાનો લાભ લઈ, સાવકા પિતાએ આ હરકત કરી હતી. જે હરકતના બે દિવસ બાદ માતાને બાળકી એ તમામ હકીકત જણાવી હતી. જેથી પછી માતાએ સાવકા પિતા વિરુદ્ધ વટવા પોલીસ મથકમાં પક્ષોની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુના અનુસંધાને પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.


