- કુવૈતી દિનાર પ્રથમ
- બહરીની દિનાર બીજા તો ઓમાની રિયાલ ત્રીજા સ્થાને
- ફોર્બ્સ દ્વારા થયેલા રેન્કિંગમાં ભારતના રૂપિયાને 15મું સ્થાન અપાયું
વિશ્વમાં સૌથી લોકપ્રિય હોવા છતાં ડોલર તે મજબૂત કરન્સી નથી. ભારતીય ચલણ પણ મજબૂત કરન્સી રેન્કિંગમાં ટોપ ટેનની બહાર છે. ફોર્બ્સ દ્વારા મજબૂત કરન્સી રેકિંગ યાદી જારી થઇ છે. મજબૂત કરન્સીના રૂપમાં ડોલરને 10મા સ્થાને રાખવામાં આવ્યો છે. ભારતીય કરન્સીની વાત કરો તો તે 15મા સ્થાને છે. ફોર્બ્સ દ્વારા થયેલા રેન્કિંગમાં કુવૈતી દિનાર રૂપિયા 270.23 રૂપિયા અને ત્રણ ડોલર બરોબરના મૂલ્ય સાથે પ્રથમ ક્રમે છે. તો બહરીની દિનાર રૂપિયા 220.4 અને 2.65 ડોલરના મૂલ્ય સાથે બીજા સ્થાને છે. ઓમાની રિયાલને યાદીમાં ત્રીજું સ્થાન મળેલું છે. ઓમાની રિયાલ રૂપિયા 215.84 રૂપિયા અને 2.60 ડોલર બરોબર મૂલ્ય ધરાવે છે. જોર્ડનની દિનાર રૂપિયા 117.10 અને 1.141 ડોલરના મૂલ્ય સાથે ચોથા ક્રમે છે. ઝિબ્રાલ્ટરનો પાઉન્ડ રૂપિયા 105.52 અને 1.27 ડોલરના મૂલ્ય સાથે પાંચમા ક્રમે છે.
બ્રિટિશ પાઉન્ડ છઠ્ઠા ક્રમે, યૂરો 9મા ક્રમે
બ્રિટિશ પાઉન્ડ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે છે. તે રૂપિયા 105.54 રૂપિયા અને 1.27 ડોલર બરોબર મૂલ્ય ધરાવે છે. 7મા, 8મા અને 9મા સ્થાને અનુક્રમે કેમેન આઇલેન્ડનો ડોલર, સ્વિસ ફ્રેન્ક અને યૂરો રહે છે. તે પછીના 10મા ક્રમે ડોલરને સ્થાન મળ્યું છે. વર્તમાનમાં અમેરિકી ડોલર રૂપિયા 83.10નું મૂલ્ય ધરાવે છે.
રૂપિયાનું સ્થાન ક્યાં :
ફોર્બ્સના જણાવ્યા મુજબ વિશ્વમાં ડોલર ચલણનો સૌથી વ્યાપકપણે ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની વેબસાઇટ પર બુધવારે પ્રકાશિત વિનિમય દર મુજબ રૂપિયો 15મા ક્રમે છે. તે ડોલર સામે 82.9 રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. ફોર્બ્સે જણાવ્યું છે કે સ્વીત્ઝર્લેન્ડ અને લિકટેંસ્ટીનનું ચલણ સ્વિસ ફ્રેન્ક છે. વિશ્વનું તે સૌથી સ્થિર ચલણ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ડૉલરની સામે રૂપિયો ઘસાયો છે. જો કે ઘણા દેશોએ હવે રૂપિયામાં જ વેપાર પણ શરૂ કર્યો છે.


