- રાજકોટમાં ચાલતી ગાડીએ હાર્ટ એટેકથી આધેડનું મોત
- રાજકોટની સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા
- અંદાજિત 50 કે 55 વર્ષના વ્યક્તિનું ચાલુ કારે મોત
રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આવેલા એસ્ટ્રોન ચોક પાસે એક કારમાં સવાર વ્યકિતને ચાલતી કારે હાર્ટ એટેક આવતાં જેને લઈને રોડ પરના ચાલકો અને રાહદારીઓએ તેને સારવાર માટે મદદે પહોંચ્યા હતા પરંતુ ચાલતી કારે હાર્ટ એટેક આવતાં આધેડનું મોત નીપજ્યું છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના કેસમો વધુ જોવા મળી રહ્યાં છે.
ચાલતી કારે હાર્ટ એટેક આવ્યો
ઘટનાની વિગતો, રાજકોટમાં એક કાર ચાલકને રોડ પર ચાલતી કારમાં હાર્ટ એટેક આવ્યો હતો. રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાંથી પસાર થતાં કાર ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના બની છે. સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો રાહદારીઓએ કેમેરામાં કેદ કરી લીધાં હતા. ઘટનાની જાણ થતાં જ શહેરીજનો અને રાહદારીઓએ કાર ચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ આધેડનો જીવ બચાવી શક્યા નહોતાં અને આધેડનું મોત નીપજ્યું હતું.
આધેડની ઉંમર 50 થી 55 વર્ષની
રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં ચાલતી કારે હાર્ટ એટેક આવનાર વ્ચક્તિની ઉંમર અંદાજે 50 થી 55 વર્ષની છે. શહેરના ભીડભાડ વાળા વિસ્તાર એવા એસ્ટ્રોન ચોકમાં ચાલતી કારે હાર્ટ એટેકની ઘટના બનતાં આસપાસના લોકો અને વેપારીઓ દોડી ગયા હતા પરંતુ આધેડનું મોત નીપજ્યું હતું.
હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવાય
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે. જેમાં હ્રદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે હ્રદય કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.


